મોરબીમાં મેન્ટેન્સ – પ્રી મોન્સુન કામગીરીના નામે વીજકાપ, અસહય ગરમીના ગ્રાહકો પરેશાન  

 

મોરબી શહેરમાં પીજીવીસીએલ અને જેટકોની ટીમ દ્વારા કામગીરી માટે વીજકાપ મુકવામાં આવતો હોય છે જે વીજકાપની કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવે છે છતાં પણ તે જ દિવસે કે તેના બીજા જ દિવસે વીજ પુરવઠો ખોરવાઈ હતો હોય છે જેથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે

મોરબી શહેરમાં આખું વર્ષ દરમિયાન પીજીવીસીએલ અને જેટકો કંપની દ્વારા મેટેન્સ કામગીરી કરવામાં આવે છે તેવા દાવાઓ કરવામાં આવે છે તો હાલમાં ઉનાળાની સીઝનમાં પણ જોરશોરથી મેન્ટેન્સ કામગીરી કરવામાં આવી છે તેમજ પ્રી મોન્સુન કામગીરી પણ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા છે પરંતુ મોરબીવાસીને છતાં પણ વીજ ધાંધિયાના કારણે મુશ્કેલી ભોગવી પડી રહી છે.મેન્ટેન્સ કામગીરી ચાલતી હોય દરમિયાન વીજ કાપ આપવામાં આવે તે તો બરોબર છે પણ કામગીરી પૂર્ણ થયા બાદ પણ વીજ પુરવઠો ખોરવાઈ જવાના બનાવો બની રહ્યા છે તો મેન્ટેન્સ કામગીરી કર્યાના બીજા જ દિવસે અનેક વખત વીજળી ગુલ પણ થાય છે જેથી અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે કે શું પીજીવીસીએલ દ્વારા યોગ્ય રીતે મેન્ટેન્સ કામગીરી કરવામાં નથી આવતી કે કામગીરીના નામે માત્ર દેખાડો જ કરવામાં આવી રહ્યો છે

સામાકાંઠા વિસ્તારમાં ગતરાત્રી થી બપોર સુધીમાં અનેક વખત વીજળી ગુલ થઇ હોય જેથી પીજીવીસીએલના અધિકારી એચ કે દેત્રોજાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓ જણાવે છેકે આજે શિવપાર્કમાં ટીસી બદલવાની કામગીરી કરવામાં આવી રહી હોવાથી વીજળી ગુલ થઇ હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વીજળી ગુલ થવાના બનાવો બની રહ્યા છેજે બાબતે જણાવે છેકે અલગ અલગ કામગીરી માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવતો છે જેવી કે ટ્રી કટિંગ, વાયર અન્ડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી દરમિયાન સહિતના કામ માટે વીજ પુરવઠો બંધ કરતા હોય છે પણ વીજ ફોલ્ટ સર્જાતો નથી જોકે ગત રાત્રીના ટીસીમાં ડીઓ ઉડી જવાના કારણે એક કલાકથી વધુ સમયથી લાઈટ ડીમ ફૂલ થઇ હતી અને ફરિયાદ બાદ વીજ પુરવઠો યોગ્ય કરવામાં આવ્યો હતો હવે સવાલ એ છેકે મેન્ટેન્સ કામગીરી હેઠળ વીજ કાપ આપવામાં આવે છે ત્યારે શું કામગીરી કરવામાં આવે છે જો અન્ય કામગીરી વીજકાપ સિવાય ના દિવસોમાં કરવામાં આવી રહી છે તો ? આ તમામ વચ્ચે જે નાગરીકો બીલ ભરી લાઈટનો વપરાશ કરે છે છતાં પણ તેને વીજળી ગુલ થવાના કારણે મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે

 

Leave A Reply

Your email address will not be published.