જેતપર ગામે ખેડૂતોના આમરર્ણાંત ઉપવાસ આંદોલનને ૪૪ ગામના ખેડૂતોનું સમર્થન, ૨૭૭૫ ખેડૂતોએ મુલાકાત લીધી




મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલના વિરોધમાં ખેડૂતોએ આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કર્યું છે જેમાં પ્રથમ દિવસે જ ૪૪ ગામના ખેડૂતોએ સમર્થન આપી ૨૭૭૫ થી વધુ ખેડૂતોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી
મોરબી તાલુકાના જેતપર ગામે વીજપોલના વિરોધ અને પુરા વળતરની માંગ સાથે ખેડૂતોએ આમરર્ણાંત ઉપવાસ આંદોલન ગુરુવારથી શરુ કર્યું છે પાંચ ખેડૂતો ઉપવાસ પર બેસી ગયા છે પ્રથમ દિવસે જ ૪૪ ગામના ખેડૂતોએ ઉપવાસી છાવણીમાં બેસેલ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું અને ૨૭૭૫ ખેડૂતોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી મોરબી તાલુકાના જીવાપર, જીકીયારી, આંદરણા, ખરેડા તેમજ માળિયા તાલુકાના વેજલપર, સુલ્તાનપુર, હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ, નવા દેવળિયા, સહિતના ૪૪ ગામોના ખેડૂતોએ સમર્થન જાહેર કર્યું છે