

રાજકોટ મોરબી બાયપાસ પર આવેલ નેક્સસ ટોકીઝ સામે એક થાર ચાલક અલ્ટોને ટક્કર મારી નાસી ગયો હતો. અકસ્માતમાં એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.


પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં સરદાર બાગની પાછળ, ક્રીષ્ના સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ બાબુભાઇ ભીલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સફેદ થારનાં ચાલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ફરિયાદી તેમના પત્ની સાથે અલ્ટો કાર નં-GJ-36-B-0767 લઈને જતા હતા ત્યારે રાજકોટ-મોરબી બાયપાસ પર આવેલ નેક્ષસ ટોકીઝ સામે રોડ પર અજાણ્યા સફેદ કલરની થાર ગાડીનાં ચાલકે પોતાના હવાલાવાળી કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને ફરિયાદીની અલ્ટો કારને પાછળથી હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફરિયાદીના પત્ની કલ્પનાબેનને જમણા પગમા તથા પાસળીના ભાગે ફેક્ચર જેવી ઈજાઓ પહોચી હતી. થાર ચાલક અકસ્માત કર્યા બાદ પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.