મોરબીમાં ઉધારે લીધેલા રૂપિયા ચૂકવ્યા છતાં કોન્ટ્રાકટરને મારી નાખવાની ધમકી

હાથ ઉછીના લીધેલા પૈસા પરત ચૂકવી દીધા હોવા છતાં, જુનાગઢના કેશોદના એક શખ્સે મોરબીના કોન્ટ્રાક્ટરને ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની વિગત મુજબ, મોરબીના રવાપર ગામ પાસે આવેલા બોનીપાર્ક વિસ્તારમાં રહેતા અને કોન્ટ્રાક્ટનો ધંધો કરતા ૪૧ વર્ષીય રાજેશભાઇ વાઘજીભાઇ કાલાવડીયાએ જુનાગઢના કેશોદમાં રહેતા વિનોદભાઇ ઉર્ફે નાનુભાઇ ખીમજીભાઇ માકડીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીએ આરોપી પાસેથી અગાઉ હાથ ઉછીના રૂપિયા લીધા હતા, જે તેમણે પરત પણ ચૂકવી દીધા હતા. તેમ છતાં, આરોપી વિનોદભાઇએ ફરિયાદી રાજેશભાઇને અવારનવાર ફોન કરીને ગંદી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને હાલ આરોપીને પકડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.