માળિયા મિયાણામાં દેશી દારૂના આથા સાથે એક ઝડપાયો: ૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત

માળિયા મિયાણા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને રહેણાંક મકાનની બાજુમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતવાર માહિતી મુજબ, માળિયા મિયાણા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે માળિયા (મિ)માં સરકારી હોસ્પિટલ પાછળ આવેલા વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં રહેતા સીરાજ ઇકબાલભાઇ જેડા (ઉ.વ.૨૮, ધંધો-મજુરી) નામના શખ્સના રહેણાંક મકાનની બાજુમાં આવેલા વાડામાંથી ગેરકાયદેસર પાસ-પરમિટ વગર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. આરોપીએ ૨૦૦ લીટરની ક્ષમતાવાળા બે બેરલમાં આશરે ૪૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો છુપાવી રાખ્યો હતો, જેની કિંમત રૂ ૧૦,૦૦૦ આંકવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી સીરાજ જેડાની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.