માળિયા : ખાખરેચી ગામે પ્રેમલગ્નનો ખાર રાખી ત્રણ ઈસમોએ ઘરમાં આગ લગાડી, તોડફોડ કરી નુકશાન
દંપતી સહીત ત્રણ ઈસમો વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ




માળિયાના ખાખરેચી ગામે પ્રેમલગ્નનો ખાર રાખી દંપતી સહીત પરિવારના ત્રણ સભ્યોએ ઘરમાં આગ લગાડી કુહાડી અને ત્રિકમ વડે તોડફોડ કરી આશરે રૂ ૧ લાખ જેટલું નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
માળિયાના ખાખરેચી ગામના રહેવાસી નરેશભાઈ પ્રભુભાઈ ઉચાણાએ આરોપીઓ ઓસમાન અલારખા મોકરસી, અમીના ઓસમાન મોકરસી અને માહેનુંર ઓસમાન મોકરસી રહે ત્રણેય ખાખરેચી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈના દીકરાએ આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેનું મનદુઃખ ચાલતું હોવાથી તે બાબતનો ખાર રાખી ફરિયાદીના મોટા ભાઈ નવઘણભાઈના મકાનમાં અપપ્રવેશ કરી ઘરમાં આગ લગાડી અને ઘરમાં રહેલ ચીજવસ્તુને કુહાડી તેમજ ત્રિકમ વડે તોડફોડ કરી આશરે રૂ ૧ લાખનું નુકશાન કર્યું હતું અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે