

મોરબી તાલુકાના અદેપર ગામે મચ્છુ ૨ ડેમના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી એલસીબી ટીમે ઝડપી લઈને ૨૬૦૦ લીટર આથો, ૪૦૦ લીટર દેશી દારૂ અને અખાદ્ય ગોળના ૭ ડબ્બા સહીત ૧.૩૭ લાખનો મુદામાલ પોલીસે કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ માં હોય દરમિયાન બાતમી મળી હતી કે આરોપી અલ્પેશ કગથરા અદેપર ગામે મચ્છુ ૨ ડેમના કાંઠે પોતાની વાડીના શેઢે દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૨૬૦૦ લીટર કીમત રૂ ૬૫,૦૦૦ દેશી દારૂ ૨૦૦ લીટર કીમત રૂ ૪૦,૦૦૦ અને અખાદ્ય ગોળના ડબ્બા નંગ ૭ કીમત રૂ ૭૦૦૦ અને બાઈક કીમત રૂ ૨૫,૦૦૦ સહીત કુલ રૂ ૧,૩૭,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે આરોપી અલ્પેશ રણછોડ કગથરા રહે અદેપર મોરબી વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે