



શહેરના બંધુસમાજ દવાખાના પાસે શ્રીજી નિવાસમાં રહેતા યુવાને ઘર પાસે રાખેલું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના શ્રીજી નિવાસ બ્લોક નં ૨ બંધુસમાજ દવાખાના પાસે રહેતા દીપેન જગદીશભાઈ બારભાયા (ઉ.વ.૪૦) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ એપ્રિલના બપોરથી સાંજ સુધી ફરિયાદીનું બાઈક જીજે ૦૩ જેએન ૯૨૪૪ કીમત રૂ ૩૦,૦૦૦ વાળું ઘર બહાર પાર્કિંગમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે