માળિયામાં યુવાનની હત્યાના ગુનામાં સંડોવાયેલ છ આરોપીના રિમાન્ડ મંજુર 

પોલીસે ગુનામાં વપરાયેલ ઇકો કાર કબજે લીધી, છરીઓ કબજે લેવા તજવીજ

 

 

માળિયા-હળવદ હાઈવે પર અણીયારી ટોલનાકા પાસે પૈસાની લેતીદેતી મામલે યુવાનને આડેધડ છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી જે હત્યાના ગુનામાં સંડોવાયેલ છ ઇસમોને ઝડપી લઈને પોલીસે કોર્ટમાં રજુ કરતા એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે

 

મોરબીના આલાપ પાર્કમાં રહેતા વિવેક પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેના મિત્રો અણીયારી ટોલનાકા પાસે નાસ્તો કરતા હતા ત્યારે હોથલ ફાયનાન્સવાળા શિવમ રબારીએ મોકલેલા પાંચ ઇસમોએ છરી વડે અનીલ હરીલાલ કંડિયા પર જીવલેણ હુમલો કરી છરીના ઘા ઝીકી અનિલભાઈની હત્યા કરી તેમજ ફરિયાદીને છરી વડે ઈજા પહોંચાડી હતી માળિયા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીઓ શિવમ રબારી, રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ એમ છ ઇસમોને ઝડપી લીધા હતા

 

તેમજ ગુનામાં વપરાયેલ ઇકો કાર જીજે ૩૬ બી ૩૭૪૯ કબજે લીધી હતી ઝડપાયેલા આરોપીને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે હજુ હત્યાના ગુનામાં વપરાયેલ છરીઓ કબજે લેવાની બાકી છે તે દિશામાં પોલીસે તપાસ ચલાવી રહી છે બનાવ અંગે વધુ તપાસ માળિયા પીઆઈ કે કે દરબાર ચલાવી રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.