હળવદના ચરાડવામાં મોબાઈલ જોવા બાબતે ભાઈએ ઠપકો આપતા સગીરાનો આપઘાત

હળવદના ચરાડવા ગામની સીમમાં ખેતરમાં રહીને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની પુત્રીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ભાઈએ રાતે મોડે સુધી મોબાઈલ ફોન જોવા બાબતે ઠપકો આપતા માઠું લાગી આવવાથી કિશોરીએ આ આત્યંતિક પગલું ભર્યું હતું.

બનાવની વિગત મુજબ, ચરાડવા સીમમાં પંકજભાઈ પટેલની વાડીએ રહીને ખેતીકામ કરતા પ્રતાપસીંગ ચૌહાણની ૧૭ વર્ષીય દીકરી સીમાબેનને તેના ભાઈ પવને મોડી રાત સુધી મોબાઈલ જોવા બાબતે ઠપકો આપ્યો હતો. ભાઈના ઠપકાનું મનોમન લાગી આવતા સીમાબેને ખેતરમાં પાક પર છાંટવાની ઝેરી જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની અસર થતા તેમને તાત્કાલિક ચરાડવા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. હળવદ પોલીસે આ મામલે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.