મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે કોંગ્રેસના ૨૩ ઉમેદવારોના નામની યાદી જાહેર

 

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાઈ રહી છે જે જંગ જીતવા માટે રાજકીય પક્ષોએ કમર કસી છે કોંગ્રેસ દ્વારા મહાપાલિકા ચુંટણી માટે પ્રથમ ૨૩ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે

 

મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે કોંગ્રેસ દ્વારા ૨૩ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ ૧ માં કૈલાશબેન સાકાભાઈ વેરાણા અને દિનેશભાઈ કલાભાઈ શેરશીયા, વોર્ડ ૨ માં જુમાભાઈ સુમરા, વોર્ડ ૩ માં ડો. પ્રવીણકુમાર વઘાસીયા, વોર્ડ ૫ માં પુષ્પરાજસિંહ જાડેજા, અમિતભાઈ ભોજવીયા અને વિજયાબેન મકવાણા તેમજ વોર્ડ ૦૬ માં દમયંતીબેન નિરંજની અને કલ્પેશભાઈ સેતા, વોર્ડ ૭ માં ટાંક હિરલબેન, વોર્ડ ૮ માં મીનાક્ષીબેન પટેલ, હાજીભાઇ કોરડીયા અને બળવંતભાઈ ઘૂમલીયા, વોર્ડ ૯ માં જયેશભાઈ શાંતિલાલ કાલરીયા અને જ્યોત્સનાબેન જાલરીયા, વોર્ડ ૧૦ માં ભાવિનભાઈ ફેફર, પરમાર દીપકભાઈ તેમજ વોર્ડ ૧૧ માં વંદનાબેન કાસુન્દ્રા, વોર્ડ ૧૨ માં જગદીશભાઈ સોનાગ્રા, વોર્ડ ૧૩ માં ટ્વિન્કલબેન મકવાણા, કંચનબેન જાદવ, વિનોદભાઈ નકુમ અને ઇમરાન સોલંકીના નામો જાહેર કરવામાં આવ્યા છે

 

Leave A Reply

Your email address will not be published.