

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના હોટલ- રેસ્ટોરન્ટ બેકરીમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા, અખાદ્ય હલર, વાસી ખોરાક, એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થો મળી આવતા સ્થળ પર જ નાશ કર્યો હતો. ફૂડ લાઇસન્સનું રજીસ્ટેશન ન કરનાર વેપારી તથા વધુ પડતી બેદરકારી રાખનાર ૧૬ ખાણી પીણીના ધંધાર્થીને મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નોટિસ પાઠવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં હોટલ- રેસ્ટોરન્ટ, બેકરી, ડેરી, મીઠાઇના વેપારી વગેરે જગ્યા પર ખાધ પદાર્થનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન મોરબી મહાનગરપાલિકાના ફૂડ શેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના કુલ 24 ખાધ પદાર્થનું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં વિઝિટ કરવામાં આવી હતી, જેમાં રવાપર રોડ, નાસ્તાગલી, સહિતની સ્ટ્રીટફૂડના વિક્રેતાને ત્યાં ખાધ પદાર્થનું નિરીક્ષણ, સ્વછતા, વાસીખોરાક, એક્સપાયરી ડેટ વાળા ફૂડ પેકેટ, અખાદ્ય કલર, ફૂડ લાઈસન્સ સહિતની બાબતો ધ્યાન પર આવતા અખાદ્ય ખોરાક અને હલરની સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી ગુરુકૃપા ચાઇનીઝમાંથી વાસી મનચ્યુરન મળી આવતા સ્થળ પર નાશ કરાયો તથા એકસપાયરી તારીખ જતી રહેલ ચાઈનીઝ સોસનો સ્થળ પર નાશ કર્યો હતો
સહારા ચાઈનીઝ માંથી વધુ પડતો અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોયા તેની ફૂડ સેફટી ઇન્સપેક્ટરે સ્થળ પર જ નાશ કર્યો હતો, રવાપર રોડ પર T.G, B માંથી એક્સપાયરી ડેટ વગરની માલ મળતા સ્થળ પર નષ્ટ કરાયો અને હરિઓમ ફરસાણમાંથી વધુ પડતો અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોય તેનો ફૂડ સેફટી ઇન્સપેક્ટરે સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાની ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે .





