

હળવદના રાણેકપર રોડ પર વેપારીની આંખમાં મરચું છાંટી રૂ ૭ લાખની લૂંટ કરી લુંટારૂઓ ફરાર થયા હતા પોલીસે બે લુંટારૂઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
બનાવ અંગે સ્થાનિક વિજયભાઈ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં આનંદ બંગલો સોસાયટીમાં રહેતા રજનીભાઈ દેથરીયા યાર્ડમાંથી પરત ફરી રહ્યા હતા અને રાત્રીના પોણા આઠ વાગ્યાના અરસામાં રાણેકપર રોડ પર પહોંચતા બે ઇસમોએ આંખમાં મરચાની ભૂકી છાંટી રજનીભાઈ પાસે રહેલો થેલો ઝૂંટવી ભાગી ગયા હતા રજનીભાઈ પાસે રહેલ બેગમાં રૂ ૭ લાખની રોકડ રકમ રાખી હતી જેની લૂંટ કરી બે ઈસમો નાસી ગયા હતા પોલીસ મથકમાં જાણ કરવામાં અવત પોલીસ ટીમો દોડી ગઈ છે અને બંને લુટારૂઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે
હળવદ મયુર રાવલ





