ખેલમહાકુંભની બેડમિન્ટન સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરની વિધાર્થીનીએ મેદાન માર્યું

ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાએ ઝળહળી સાર્થક વિદ્યા મંદિર ની દીકરી મારવણીયા કાવ્યા એ મેદાન માર્યું છે.ગુજરાતના કુલ 159 ખેલાડીઓ બેડમિન્ટનની સ્પર્ધામાં ભાગ લીધો હતો, બે દિવસની સ્પર્ધામાં સતત 7 મેચો જીતી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો સમગ્ર ગુજરાતમાં પોતાના માતા પિતા,પરિવારજનો તેમજ સાર્થક વિદ્યામંદિર અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના કોચ રાજદીપસિંહનું માર્ગદર્શન અને કાવ્યાના માતા પિતાની મહેનત માટે સંચાલક કિશોરભાઈ શુકલએ અભિનંદન પાઠવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.