વાંકાનેરના રાતીદેવડી ગામે સંસ્કૃત કક્ષનું ઉદ્ધાટન કરાયું

મોરબી જિલ્લા પ્રસાશન અને શિક્ષણ વિભાગના સહયોગથી તેમજ સંસ્કૃત ભારતી મોરબીના માર્ગદર્શનમાં વાંકાનેરના રાતિદેવડી ખાતે સરકારી શાળામાં સંસ્કૃત કક્ષ બનાવામાં આવ્યો છે.જેનું ઉદ્ધાટન રાજ્યસભાના સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું.

વાંકાનેરના રાતીદેવડી ખાતે સરકારી શાળામાં યોજાયેલ એક કાર્યક્રમમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી વાંકાનેર સંયોજિકા ડૉ. પાયલબેન ભટ્ટે ખુબ જ જહેમત ઉઠાવી હતી.મોરબી જનપદ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.