મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે ટ્રાફિક પોલીસને ઠોકર મારવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રકના ચાલકે ટ્રાફિક પોલીસને ઠોકર મારી ઈજા પહોચાડી હોવાના ગુનામાં ટ્રક ચાલકના જામીન મોરબી સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કર્યા છે.

મોરબીમાં ગત તા. ૩૧-૦૧ ના રોજ આરોપી સલીમભાઈ યાકુબભાઈ વારૈયા તેના આઈસર ટ્રકમાં માલ સમાન ભરી જતા હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પસે ટ્રાફિક પોલીસ વાળા એ આરોપી સલીમભાઈને વાહન ઉભું રાખવાનું કહેતા વાહનની સ્પીડ ધીમી કરવા જતા ટ્રાફિક પોલીસના કર્મચારી વડે ઠોકર લાગતા ગંભીર ઈજા પહોચી હતી જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસમાં ગુન્હો નોંધાયો હોય જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે કેસની ચાર્જશીટ રજુ થતા મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટ જામીન મંજુર કર્યા છે.

આ કેસમાં આરોપીના વકીલ તરકે ખુશ્બુ પી વિસાણી રોકાયેલ હોય જેને ધારદાર દલીલો કરતા જે દલીલ નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખી આરોપીની જામીન અરજી મંજુર કરી છે

Leave A Reply

Your email address will not be published.