મોરબીમાં વીજશોકથી મોત મામલે પીજીવીસીએલને ૪.૪૦ લાખ વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો આદેશ

મોરબીમાં વીજશોકથી યુવાનનું મોત થયું હતું જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા પીજીવીસીએલને ૪.૪૦ લાખનું વળતર વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે

રાજસ્થાનના વતની મુકેશભાઈ નાનજીભાઈ પ્રજાપતિ રક્ષાબંધન પર્વ નિમિતે મોરબી આવ્યા હતા તેના બનેવીનું કામ ક્રિષ્ના સ્કૂલ પાસે સંસ્કાર રેસીડેન્સીએ ચાલતું હતું મુકેશભાઈ નાનજીભાઈ પ્રજાપતિ તેના બનેવીને મળવા ગયા ત્યાં ફોનમાં વાત કરતા બહાર આવ્યા ત્યારે વીજપોલ સાથે બાંધેલી કાટાડી વાડને અડી જતા મુકેશભાઈ પ્રજાપતિનું વીજ કરંટથી મોત થયું હતું મૃતકના પિતા નાનજીભાઈ પ્રજાપતિએ PIJISIVIEL સામે મોરબી સિવિલ કોર્ટમાં વળતરની રકમ મેળવવા દીવાની દાવો દાખલ કર્યો હતો

જે દાવો મોરબી સિવિલ કોર્ટમાં ચાલી જતા વાદી ના વકીલ અશ્વિનભાઈ બડમલીયાની ધારદાર દલીલોને અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને નામદાર સી વાય જાડેજા સાહેબે મુકેશભાઈ પ્રજાપતિના મૃત્યુ બદલ પીજીવીસીએલ કંપનીએ વળતરની રકમ રૂ ૪,૪૦,૦૦૦ દાવા તારીખથી વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે

જે કેસમાં વાદીના વકીલ તરીકે અશ્વિન બડમલીયા, મનીષ ગરચર અને અનીલ ગોગરા રોકાયેલ હતા

Leave A Reply

Your email address will not be published.