

મોરબીના કુબેરનગર ૩ માં સેન્ટ્રો કારમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન કુબેરનગર ૩ માં રહેતા દિનેશભાઈ જયમલભાઈ નાગર ના ઘર પર પડેલ સેન્ટ્રો કાર જીજે ૦૩ ઈઆર ૦૯૭૩ માં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૨૧ કીમત રૂ.૨૧૦૦૦ તથા સેન્ટ્રો કાર જીજે ૦૩ ઇંઆર ૦૯૭૩ કીમત રૂ.૧,૦૦,૦૦૦ નો મુદામાલ કબજે કરી દિનેશને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે