મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખની હળવદ નગરપાલિકા ચુંટણીમાં પ્રભારી તરીકે નિમણુક

 

હળવદ નગરપાલિકાની ચુંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાને હળવદ નગરપાલિકા ચુંટણીમાં પક્ષના પ્રભારી તરીકે નિમણુક આપવામાં આવી છે

 

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા પુષ્પરાજસિંહ જાડેજાને નિમણુક પત્ર આપવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી પુષ્પરાજસિંહ જાડેજાને હળવદ નગરપાલિકા ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રભારી તરીકે નિમણુક આપવામાં આવી છે અને તેઓ પક્ષના સંગઠનને મજબુત બનાવવા અને ચુંટણીલક્ષી કાર્યક્રમમાં કાર્યશીલ રહી પક્ષની કામગીરી વફાદારીપૂર્વક અને નિષ્ઠાથી નિભાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી નિમણુક બદલ અભિનંદન પાઠવ્યા છે

Leave A Reply

Your email address will not be published.