મોરબી શહેરમાં આવતીકાલે મેન્ટેનન્સ કામગીરીને પગલે અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી શહેરમાં પેટા વિભાગ 1 અને 2 હેઠળ તા. ૦૯ ને બુધવારે નવા કનેક્શનની કામગીરી અને મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી અનેક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે

જેમાં ૧૧ કેવી મુનનગર ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેથી ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪ નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.
૧૧ કેવી ચિત્રકૂટ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેથી માધાપર, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, ઘાંચી શેરી, મંગળભુવન, રોહિદાસપરા, ચાર ગોડાઉન, અંબિકા રોડ, નવડેલા રોડ, તખ્તસિંહજી રોડ વિગેરે વિસ્તાર, તથા આસપાસ ના વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેશે.

તથા વાવડી રોડ ફીડર સવારે ૦૯ થી ૧૧ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં વાવડી રોડ પરના વિસ્તારો જેવાકે ક્રિષ્ના પાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા. સોમૈયા સોસા, ગાયત્રી નગર, અમૃત પાર્ક, અશોકપાર્ક વિગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

Leave A Reply

Your email address will not be published.