મોરબી મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા આવતીકાલે મળશે

મોરબી મહાનગરપાલિકાની આગામી ખાસ સામાન્ય સભા તારીખ ૦૫/૧૧/૨૦૨૬ નાં રોજ ગુરુવારે એટલે કે આવતીકાલે સવારે ૧૧ કલાકે મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના બીજા માળે મીટીંગ હોલમાં મળશે.

આ સભામાં વિચારણા માટે કુલ ચાર બાબતો નક્કી કરવામાં આવી છે. જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત, SWM નાં રૂલ્સ ૨૦૨૬ અંતર્ગત મોરબી મહાનગરપાલિકાનાં બાયલોસ મંજુર કરી બહાલી આપવા બાબત, ફાયર શાખામાં તા ૨૯/૦૭/૨૦૧૧ નો જુનો ઠરાવ આગ ઉપજ ચાર્જ- પાણીના ફેરા, પ્રતિ કિમી લેખે, સ્ટાફના એક વ્યક્તિનો ચાર્જ રદ્દ કરવો અને નવા ચાર્જનો ઠરાવ કરવા બાબત અને અધ્યક્ષ સ્થાનેથી રજુ થાય તે વિષયો પર ચર્ચા કરી બહાલી આપવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.