મોરબીના મકનસર નજીક કારમાથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

મકનસર ગામ નજીકથી બલેનો કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે આરોપી કાર રેઢી મૂકી નાસી ગયો હતો જેથી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકનસર ગામની સીમમાંથી બલેનો કાર જીજે ૦૩ એનબી ૫૫૯૨ રેઢી મળી આવી હતી કારની તલાશી લેતા ૫૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧ લાખનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કાર કીમત રૂ ૪ લાખ અને દેશી દારૂ ૫૦૦ લીટર કીમત રૂ ૧ લાખ મળીને કુલ રૂ ૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે બલેનો કાર ચાલક મુદામાલ મૂકી નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.