

લાલપર ગામ નજીક આવેલ ફેકટરીમાં ઉછીના રૂપિયા પરત લઈને પરત ફરતા યુવાનના મિત્ર સાથે અગાઉ થયેલ કોઈ વાતનું મનદુઃખ રાખી અજાણ્યા ત્રણ ઈસમો સહીત ચાર આરોપીઓએ માર મારી લાકડાની હોકી વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ બિહારના વતની હાલ મોરબીના સામાકાંઠે પાવનપાર્ક શેરી નં ૦૬ માં રહેતા ગૌતમકુમાર શૈલેન્દ્રકુમાર ઝા (ઉ.વ.૩૮) નામના યુવાને આરોપીઓ હિતેશભાઈ પટેલ રહે કુમાર ઇન્ડસ્ટ્રીઝ મોરબી ૨ અને ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ગૌતમકુમારે કુંદનભાઈને આપેલ હાથ ઉછીના રૂપિયા પરત લેવા લાલપર નજીક આવેલ કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયા હતા અને પરત આવતા હતા
ત્યરે લાલપર ગામની સીમમાં ફરિયાદીના મિત્ર વિજયભાઈ અને આરોપી હિતેશ પટેલને અગાઉ કોઈ વાતનું મનદુઃખ હોય જેનો ખાર રાખી આરોપી હિતેશ પટેલે યુવાનને પકડી રાખી ફોન કરી બીજા ત્રણ માણસો બોલાવ્યા ત્રણ અજાણ્યા ઇસમો આવી લાકડાની હોકી વડે યુવાનને બંને પગમાં માર મારી મુંઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


