

કડીયાણા ગામની સીમમાં રેડ કરી એલસીબી ટીમે કાચા રસ્તાની સાઈડમાં ખરાબામાંથી રૂ ૩.૦૪ ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૨૩૨ બોટલનો જથ્થો જપ્ત કર્યો છે બે ઇસમોના નામો ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કડીયાણાથી માથક જતા રોડ પર કાચા રસ્તે ખરાબામાં કડીયાણા ગામની સીમમાં બે ઇસમોએ ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૨૩૨ બોટલ કીમત રૂ ૩,૦૪,૭૭૬ નો જથ્થો જપ્ત કર્યો હતો આરોપી રાહુલ ઉર્ફે ધૂમો કોળી રહે મોરબી અને લાલો કોળી રહે હળવદ વાળાના નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

