ઘોડાધ્રોઈ ડેમના ૨ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા, ૧૦ ગામોને એલર્ટ

 

મોરબીના જીકીયાળી નજીક આવેલ ઘોડાધ્રોઈ સિચાઈ યોજના રૂલ લેવલ મુજબ ૯૮.૮૮ ત ક ભરાઈ ગયો છે ઉપરાંત પાણીની આવક હોવાથી વધારનું પાણી નદીમાં છોડવા માટે ડેમના ૨ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે ૨૩૯૪ ઇન્ફ્લો સામે ૨૩૯૪ આઉટ ફલો જાળવી રાખવામાં આવ્યો છે

ડેમના દરવાજા ખોલ્યા હોવાથી મોરબીના જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ), રાપર તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી એમ ૧૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.