ભારે વરસાદને પગલે મોરબી બાર એસોની વકીલો માટે અગત્યની સુચના, આજે કામગીરીથી અલિપ્ત રહેવા સુચના

 

મોરબી બાર એસોસિએશન અગત્યની સૂચના 🌧️

 

તારીખ: ૦૧/૦૮/૨૦૨૬

 

સર્વે વકીલ મિત્રોને જણાવવાનું કે, અત્યારે મોરબી શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ ચાલુ હોય, મુકદ્દમાકર્તાઓ (પક્ષકારો) તથા વકીલશ્રીઓ માટે કોર્ટ સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બને તેમ છે.

 

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોરબી બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આજ રોજ સર્વે વકીલશ્રીઓએ કોર્ટ કામગીરીથી અલિપ્ત (No Work) રહેવું.

 

મુખ્ય બાબતો:

આજની કોર્ટ કાર્યવાહીમાં હાજર ન રહી શકનાર કોઈ પણ વકીલશ્રી કે પક્ષકાર સામે કોઈ પ્રતિકૂળ હુકમ (Adverse Order) ન થાય તે અર્થે વકીલ મંડળ દ્વારા યોગ્ય ઠરાવ કરી સંબંધિત તમામ નામદાર કોર્ટ્સમાં રજૂ કરવામાં આવશે.

 

કેસોમાં જે તે તબક્કે (Stage) નામદાર કોર્ટ દ્વારા આગળની નવી તારીખ (Next Date) આપવા વિનંતી કરવામાં આવશે.

 

સૌ સભ્યોને સુરક્ષિત રહેવા વિનંતી.

 

લિ.

પ્રમુખશ્રી દિલીપભાઈ અગેચાણિયા

મોરબી બાર એસોસિએશન

Leave A Reply

Your email address will not be published.