ગોંડલમાં ધોળે દિવસે કારમાંથી ૨.૨૪ લાખ રોકડ અને લેપટોપની ચોરી

        ગોંડલ શહેરમાં આવેલ લોજ પાસે રાખેલ કારમાં રાખેલ ૨.૨૪ લાખની રોકડ ભરેલ બેગ અને એક લેપટોપ સહીત ૨.૩૪ લાખની મત્તા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

        ગોંડલના ચરખડી ગામના રહેવાસી ભરતભાઈ હરસુખભાઈ સખીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૮-૦૯ ના રોજ ગોંડલમાં આવેલ બાપા સીતારામ લોજ પાસે ફરિયાદીની અલ્ટો કારમાં બેગમાં રોકડ રૂ ૨.૨૪ લાખ અને લેપટોપ કીમત રૂ ૧૦ હજાર રાખેલ હોય જે ૨.૩૪ લાખની મત્તા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે ગોંડલ સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે  

Leave A Reply

Your email address will not be published.