


મોરબી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિવિધ તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. માહિતી અનુસાર આજે દિવસ દરમિયાન સમગ્ર મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વધુ તો ટંકારા તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જેનાથી વાતાવરણમાં મોસમી ઠંડક પ્રસરી ગઈ હતી.

તાલુકાવાર વરસાદની વિગતો જોઈએ તો હળવદ તાલુકામાં સૌથી વધુ ૧૯ મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે માળિયા મિયાણા તાલુકામાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોરબી તાલુકામાં ૫ મીમી અને ટંકારા તાલુકામાં ૨ મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે વાંકાનેર તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો. વરસાદી માહોલને કારણે લોકોને ઉકળાટમાંથી આંશિક રાહત મળી હતી અને ખેડૂતોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો.