ટંકારાના ગજડીમાં ખોટી વાત ફેલાવવાના વહેમમાં યુવક પર દાતરડા અને લાકડી વડે હુમલો

ટંકારાનાં ગજડી ગામે ગામમાં ખોટી વાતો કરતા હોવાની શંકા રાખીને બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ એક યુવક પર દાતરડા અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

ગજડી ગામના રવેચી માતાજીના મંદિર પાસે રહેતા રમેશભાઇ રવાભાઇ ડાંગરએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી હકાભાઇ છગનભાઇ જારીયા અને તેનો મજૂર ભુવાભાઇ કોળી બોલેરો ગાડીમાં આવીને “તું ગામમાં મારી ખોટી વાતો કેમ કરે છે?” તેમ કહીને ગાળો આપી હતી. ત્યારબાદ આરોપી હકાભાઇએ ફરીયાદીને ડાબા પગમાં દાતરડુ મારી ઇજા પહોંચાડી હતી અને આરોપી ભુવાભાઈએ લાકડી વડે વાંસાના ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ અને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.