માળિયા ફાટક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા યુવાનનું મોત

બાઈક ચાલક યુવાનનું મોત જયારે એક આધેડને ઈજા પહોંચી

 

 

માળિયા ફાટક ઓવરબ્રિજ પર ડબલ સવારી બાઈક બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું જયારે પાછળ બેસેલ આધેડને ગંભીર ઈજા પહોંચી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

ખેડા જીલ્લાના વતની સંતોષભાઈ ઓભરતભાઈ રાઠોડ (ઉ.વ.૨૦) વાળા યુવાને બાઈક જીજે ૦૭ ઇએફ ૦૮૫૫ ના ચાલક જસવંતકુમાર સબુભાઈ ઝાલા (ઉ.વ.૩૧) રહે હાલ ઢુવા તા. વાંકાનેર મૂળ રહે ખેડા જીલ્લા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી ઓભરતભાઈ સબુરભાઈ રાઠોડ જસવંતકુમાર ઝાલાના બાઈકમાં પાછળ બેસી મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસે પતરાની મજુરી કામ કરવા જતા હતા ત્યારે જસવંતકુમાર ઝાલાએ પોતાનું બાઈક પુરઝડપે ચલાવી માળિયા ફાટક ઓવરબ્રિજ ઉપર સાઈડમાં બંધ પડેલ ટ્રક જીજે ૧૨ બીવાય ૪૪૪૨ પાછળ ઘુસાડી દેતા જસવંતકુમારને માથામાં અને કપાળે તેમજ દાઢીના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું તેમજ ફરિયાદીના પિતાજીને ગંભર ઈજા પહોંચી હતી મોરબી બી ડીવીઝન પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.