

જુના બસ સ્ટેન્ડ સામે ચાની દુકાન પાસે મોટરસાયકલ કાવું મારતા બોલાચાલી થઇ હતી અને અન્ય ઇસમોને બોલાવી સાત શખ્શોએ મારામારી કરી છરી વડે યુવાનને ઈજા પહોંચાડી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના વિસીપરામાં રહેતા અકરમ કાદરભાઈ મોવર (ઉ.વ.૨૪) વાળાએ આરોપીઓ મહેબુબ કાસમ, હારૂન ખમીસા, એજ્લો ઉર્ફે એજાજ, કાસમ બસીર, ગઢવી, અજીત સુલેમાન મહમદ કાસમ રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી એકટીવા લઈને ચા પીવા જુના બસ સ્ટેન્ડ સામે આવેલ ચાની દુકાને ગયો હતો અને મોટરસાયકલ કાવું આરોપી મહેબુબ કાસમ સામે મારતા આરોપીએ ગાળો આપી ઝપાઝપી કરી હતી તેમજ અન્ય છ ઇસમોને બોલાવી સાત આરોપીઓએ મારામારી કરી ફરિયાદી અકરમને ઈજા કરી હતી તેમજ મિત્ર એજાજને છરી વડે ઈજા પહોંચાડી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે