

રવિરાજ ચોકડી નજીક ૫૭ વર્ષીય પૌઢ બોલેરો કાર રોડ સાઈડમાં રાખીને ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં એક વ્યક્તિના સામાન્ય ઈજા પહોંચી હતી જયારે ૫૭ વર્ષીય પૌઢને ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ચોટીલા તાલુકાના કાળાસર ગામે રહેતા હેમંતભાઈ રાણાભાઇ બાવળિયા (ઉ.વ.૩૪) વાળાએ ટ્રક ટ્રેઇલર આરજે ૫૨ જીબી ૯૫૬૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૧૦ ના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં ફરિયાદીના પિતાજી રાણાભાઇ નારણભાઈ બાવળિયા (ઉ.વ.૫૭) અને શૈલેષભાઈ સગરામભાઈ સાબળીયા બંને રવિરાજ ચોકડી પુલ ઉતરીને રોડ સાઈડમાં બોલેરો કાર જીજે ૧૩ એડબલ્યુ ૧૧૫૧ રાખી ઉભા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા શૈલેશભાઈને મુંઢ ઈજા પહોંચી હતી તેમજ ફરિયાદીના પિતા રાણાભાઇ નારણભાઈ બાવળિયાને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે