


રંગપર ગામ નજીક આવેલ કારખાનામાં વજનદાર પેપરરોલ ઉતારતી વખતે પેપરરોલ માથે પડતા ગંભીર ઈજા પહોંચતા ૨૧ વર્ષીય શ્રમિક યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં ઓરા પ્રિન્ટ પેક કારખાનાની લેબર કોલોનીમાં રહીને કામ કરતા સુરજ રાજુ ભીલાડા (ઉ.વ.૨૧) નામના યુવાન ગત તા. ૨૬ ના રોજ રાત્રીના નવેક વાગ્યે કારખાનામાં રોલ ઉતારવાનું કામ કરતા હતા અને વજનદાર પેપરરોલ શરીર પર પડતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે