ટીંબડી પાટિયા પાસે લેબર કોલોનીમાં ઝઘડામાં ધક્કો લાગ્યા બાદ નીચે પટકાતા યુવકનું મોત

મોરબીના ટીંબડી ગામની સીમમાં આવેલ સનલેક્ષ ફેબ્રિકેશન કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલી બોલાચાલી અને ઝપાઝપી દરમિયાન યુવકને ધક્કો વાગતાં તે ઉપરથી નીચે પટકાયો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રંગપર ગામે લેબર કોલોનીમાં રહેતા વિશ્વજીત હરિહરપ્રસાદ કુમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અરવિંદ સત્યનારાયણ મસાને અને ફરિયાદીના સાળા રવીન્દ્રકુમાર વચ્ચે માચીસ બાબતે કારખાનાની લેબર કોલોનીના પહેલા માળે આવેલી ચાલીમાં બોલાચાલી તથા ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આરોપીનો ધક્કો લાગવાથી રવીન્દ્રકુમાર નીચે ભોયતળીએ પટકાયા હતા, જેના કારણે તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.