

તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય યુવાને આર્થિક સંકડામણથી કંટાળી એસીડ પી લેતા સારવારમાં મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના પાપાજી ફન વર્લ્ડ પાછળ તુલસી પાર્ક સોસયટીના રહેવાસી યુવરાજસિંહ ભરતસિંહ ઝાલા (ઉ.વ.૪૦) નામના યુવાન પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવરાજસિંહ આર્થિક સંકડામણથી કંટાળી પોતાની જાતે એસીડ પી લેતા મોત થયાનું ખુલ્યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

