મોરબી કેસરબાગ હેડ વર્કસથી એક દિવસ પાણી વિતરણ બંધ રહેશે, જાણો કારણ….


મોરબી મહાનગરપાલિકા વોટર શાખાની યાદીમાં જણાવ્યા મુજબ મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ હોઈ જે બ્રિજની પિલરની કામગીરીમાં પાણીની લાઈન વચ્ચે નડતર રૂપ હોઈ જેથી તે પાણીની લાઈનનું સીફટીંગ કામગીરી કરવાની હોવાથી એક દિવસ પાણી વિતરણ બંધ રહેશે જે કામગીરી તા. ૧૨ ના રોજ કરવામાં આવશે જેથી એક દિવસ સામાકાંઠે કેસરબાગ હેડ વર્કસથી પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે