વાંકાનેર: શ્રાવણ માસનો બીજા સોમવારે સ્વયંભૂ જડેશ્વર મહાદેવના મંદિરમાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડી

વાંકાનેરમાં બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવનો શ્રાવણ માસનો બીજો સોમવાર એટલે પ્રાગટ્ય દિવસ. આજરોજ  મંદિર પરીસરમાંથી અનેક વિધ કાર્યક્રમો યોજાય છે સાથોસાથે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. ગત રવિવારના રોજ કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલ તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ ખાતે પરંપરાગત લોક મેળાને ખુલ્લો મુક્યો હતો. જે મેળો વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ અંગે સ્વયંભૂ જડેશ્વર મહાદેવના ટ્રસ્ટી વિજયભાઈ જોષીએ જણાવ્યું હતું કે,  શ્રાવણ માસના બીજા સોમવારને અહીં જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આવા સમયે સાંસ્કૃતિક મેળાનું આયોજન થાય છે. દર વર્ષે અહીં મહાદેવના દર્શન કરવા અને મેળાનો આનંદ માણવા લાખો લોકોની જનમેદની ઉમટી પડે છે. ભારતભરમાંથી લોકો અહીં દર્શનાર્થે આવે છે. અહીં ભૂદેવો માટે અન્નક્ષેત્ર છે, ગાય માટેની ગૌશાળા કાર્યરત છે. શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવ નો પ્રાગટ્યદિન ઉજવાતો હોવાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ શોભાયાત્રામાં અસંખ્ય લોકો ભક્તિભાવથી જોડાય છે. આ ઉપરાંત આજે ખાસ 50 લીટર દૂધથી મહાદેવનો અભિષેક પણ કરવામાં આવ્યો છે. જેમાં દુધ,ઘી,દહીં,સાકર અને મધથી મિશ્રિત પંચામૃત દ્વારા મહાદેવનો અભિષેક કરવામાં આવે છે.

શ્રાવણ માસના બીજા સોમવારે દાદા જડ્યા હોય તે દિવસે તેનો પ્રાગટ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ મંદિરના મુખ્ય પૂજારી સાથે ઉપસ્થિત સમગ્ર ગુજરાત માંથી આવેલા બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિ અને શ્લોકના ઉચ્ચારણો સાથે દાદાના મુખવટા ને પાલખીમાં બેસાડે છે. બ્રહ્મણો દ્વારાજ પાલખીને ઉપાડી નિજ મંદિર માંથી બહાર લઇ રટણ ટેકરી પાર ફરી તેમજ નીચે વિશાળ મેળા મેદાન માં ફરી ઉપસ્થતિ બહોળી સંખ્યામાં શિવ ભક્તોને દાદાના મુખારવિંદ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે પણ શ્રાવણ માસનો બીજો સોમવાર હોય સવારે નિજ મંદિર થી ભવ્યાતીત વરણાગી- પાલખી યાત્રા નીકળશે અને તેમાં સંતો મહંતો સાથે બહોળી સંખ્યામાં શિવ જોડાઈ શિવ ના ગુણગાન કર્યું હતું.

 

 

Leave A Reply

Your email address will not be published.