

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક મોટરસાયકલ સ્લીપ થતા મોટરસાયકલ સવાર બે યુવાનો ફંગોળાઈ ગયા હતા જેમાં ચાલકનું મોત થયું છે જયારે અન્યને ઈજા પહોંચી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના માણેકવાડાના રહેવાસી મેહુલભાઈ કાળુભાઈ કટોણા (ઉ.વ.૨૧) વાળા યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે હોન્ડા મોટરસાયકલ નં જીજે ૦૩ બીએચ ૨૮૮૨ પર વઘાસીયા ટોલનાકાથી હાઈવે પર જતા હોય ત્યારે મોટરસાયકલ સ્લીપ થતા ફંગોળાઈ જઈને ફરિયાદી તથા મોટરસાયકલ ચાલક ફંગોળાઈ ગયા હતા જેમાં ચાલક ધીરૂભાઈ મંગાભાઈ કટોણાનું મોત થયું છે જયારે ફરિયાદી મેહુલભાઈ કટોણાને ઈજા પહોંચી છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


