ABVP મોરબી નગર દ્વારા JPSC-JSSC પેપર લીક પર વિરોધ પ્રદર્શન


દેશભરમાં પેપરલીકને પગલે વિરોધ અને આંદોલન જોવા મળી રહ્યા છે અલગ અલગ રાજ્યમાં પેપરલીકની ઘટનાઓ બની છે જેમાં JPSC-JSSC પેપર લીકનો મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી ટીમ દ્વારા આજે સામાકાંઠે બાપુના બાવલા પાસે વિરોધ કરવામાં આવ્યો હતો JPSC – JSSC પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપરલીકનો ABVPએ વિરોધ નોંધાવ્યો હતો તેમજ પેપરલીકના વિરોધમાં વિદ્યાર્થીઓ પર થઇ રહેલા લાઠીચાર્જ, ધરપકડ અને દમનકારી કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું


