રાજકોટથી દ્વારકા અને ઓખા માટે દોડાવવામાં આવશે અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો


દ્વારકામાં દર વર્ષે હોળી પર ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં જતા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રાજકોટથી દ્વારકા અને ઓખા માટે વિશેષ ભાડા પર અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેની વિગત નીચે મુજબ છે:
૧) ટ્રેન સંખ્યા ૦૯૫૩૩/૦૯૫૩૪ રાજકોટ-દ્વારકા અનારક્ષિત સ્પેશિયલ (૮ ફેરા)
ટ્રેન સંખ્યા ૦૯૫૩૩ રાજકોટ-દ્વારકા અનારક્ષિત હોળી સ્પેશિયલ તારીખ ૧, ૨, ૩ અને ૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ રાજકોટથી સવારે ૦૬.૫૦ કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે બપોરે ૧૨.૩૦ કલાકે દ્વારકા પહોંચશે. આ ટ્રેન માર્ગમાં પડધરી, હડમતીયા, જાળીયા દેવાણી, જામ વંથલી, અલિયાવાડા, હાપા, જામનગર, લાખાબાવળ, પીપળી, કાનાલુસ, મોડપુર, ખંભાળિયા, ભાટેલ, ભોપલકા અને ભાટિયા સ્ટેશનો પર ઉભી રહેશે.
તે જ પ્રમાણે, ટ્રેન સંખ્યા ૦૯૫૩૪ દ્વારકા-રાજકોટ અનારક્ષિત હોળી સ્પેશિયલ તારીખ ૧, ૨, ૩ અને ૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ દ્વારકાથી ૧૪.૧૫ કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે રાત્રે ૨૦.૧૦ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભાટિયા, ભોપલકા, ભાટેલ, ખંભાળિયા, મોડપુર, કાનાલુસ, જામનગર, હાપા, અલિયાવાડા, જામ વંથલી, જાળીયા દેવાણી, હડમતીયા અને પડધરી સ્ટેશનો પર ઉભી રહેશે.
આ બંને ટ્રેનોમાં ૭ જનરલ કોચ રહેશે.
૨) ટ્રેન સંખ્યા ૦૯૫૩૫/૦૯૫૩૬ રાજકોટ-ઓખા અનારક્ષિત સ્પેશિયલ (૪ ફેરા)
ટ્રેન સંખ્યા ૦૯૫૩૫ રાજકોટ-ઓખા અનારક્ષિત હોળી સ્પેશિયલ તારીખ ૧ અને ૨ માર્ચ, ૨૦૨૬ ના રોજ રાજકોટથી બપોરે ૧૩.૨૫ કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે સાંજે ૧૮.૪૦ કલાકે ઓખા પહોંચશે.
તે જ રીતે, ટ્રેન સંખ્યા ૦૯૫૩૬ ઓખા-રાજકોટ અનારક્ષિત હોળી સ્પેશિયલ તારીખ ૧ અને ૨ માર્ચ, ૨૦૨૬ ના રોજ ઓખાથી સવારે ૦૭.૨૦ કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે બપોરે ૧૨.૨૫ કલાકે રાજકોટ પહોંચશે.
ઉપરોક્ત ટ્રેનો માર્ગમાં બંને દિશાઓમાં પડધરી, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા અને મીઠાપુર સ્ટેશનો પર ઉભી રહેશે.
આ બંને ટ્રેનોમાં ૯ જનરલ કોચ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કોચની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને http://www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

