

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બંને દરોડા દરમિયાન આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે કુલ ૫૬,૬૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી તમામ ફરાર આરોપીઓ વિરૂદ્ધ ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


પહેલા બનાવમાં, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડએ ટંકારાના વીરપર ગામે મેલડી માતાજીના મંદિર પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ મકાનના રૂમમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે રાખેલો વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ મીલીની કંપની સીલપેક પ્લાસ્ટિકની કુલ ૧૪૦ બોટલો (કિંમત રૂ. ૨૯,૦૦૦) નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મકાનનો માલિક આરોપી મેરૂભાઇ બચુભાઇ ઉઘરેજા રેઇડ દરમિયાન હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસે તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, ટંકારા પોલીસે લજાઈ ગામથી ઘુનડા (સ.) જતા કાચા રસ્તે, તળાવની પાળ પાસે આવેલી એક વાડીમાં રેઇડ કરી હતી. વાડીના માલિક ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલાએ પોતાની વાડીમાં પાસ-પરમીટ વગર વેચાણના ઇરાદે બ્રાન્ડેડ વ્હીસ્કીનો જથ્થો રાખ્યો હતો. પોલીસે વાડીમાંથી બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની ૧૦ બોટલ કિંમત રૂ. ૪,૯૦૦, એન્ટિક્યુટી બ્લુ વ્હીસ્કીના ૪૫ ચપલા કિંમત રૂ. ૧૧,૨૬૦ તેમજ સિગ્નેચર રેર વ્હીસ્કીના ૪૮ ચપલા કિંમત રૂ. ૧૧,૫૨૦ મળી કુલ ૧૦૩ નંગ બોટલ અને ચપલા (કુલ કિંમત રૂ. ૨૭,૬૭૦) નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન આરોપી ચંદ્રસિંહ હાજર મળી આવ્યો ન હતો.