મોરબીના ઘૂટું અને હળવદના ચરાડવા ગામે પાણીમાં ડૂબી જતા બેના મોત

 

મોરબી તાલુકાના ઘૂટું ગામે વૃદ્ધ અને હળવદ તાલુકાના ચરાડવા ગામે યુવાન પાણીમાં ડૂબી જતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને બંને સ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃતદેહ બહાર કાઢ્યા હતા

 

પ્રથમ બનાવમાં હળવદ તાલુકાના ચરાડવા નજીક કેનાલમાં ૨૫ વર્ષીય યુવાન ડૂબી જતા મોરબી અને હળવદ ફાયર ટીમ દોડી ગઈ હતી અને ૨ કલાક શોધખોળ બાદ મૃતદેહ હાથ લાગ્યો હતો મૃતક બિહારનો વતની સેરાજ મહમદ (ઉ.વ.૨૫) હોવાનું જાણવા મળ્યું છે બીજા બનાવમાં મોરબીના ઘૂટું ગલાવની પાસે કુવામાં ભોવનભાઈ માલાભાઈ રાઠોડ (ઉ.વ.૬૫) પડી જતા ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો

 

Leave A Reply

Your email address will not be published.