મોરબીમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધમાં ભારતની ભુમિકા વિષય પર ડીબેટ યોજાશે  

 

અધ્યયન મંડળ મોરબી દ્વારા શુક્રવારે ચૈત્ર વદ ૦૧ દિનાંક ૦૩/૦૪/૨૬ને  શુક્રવારે રાત્રે ૯ વાગ્યે ઈરાન-ઈઝરાઈલ,અમેરિકા યુદ્ધમાં ભારતની ભૂમિકા વિષે ડીબેટ(શાસ્ત્રાર્થં) સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા નિલકંઠ વિદ્યાલય , રવાપર રોડ ,  આઈ.એમ.એ. હોલની સામે, બાપા સીતારામ ચોક પાસેના સ્થાને યોજાશે.

આ કાર્યશાળામાં રાજેશભાઈ એરિયા સી.એ. સીમા જાગરણ મંચના પ્રાંત સદસ્ય ડિબેટ સંયોજક રહેશે.આ ડીબેટમાં ત્રણ ગૃપ રહેશે

૧-ઈરાન ઈઝરાઈલ યુદ્ધમાં ભારત ઈરાન સાથે

૨-ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં ભારત ઈઝરાઈલ સાથે

૩-ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં ભારતે તટસ્થ રહેવું જોઈએ

ડીબેટમાં ભાગ લેવા માટે રાજેશભાઈ એરણિયાના મોબાઈલ નંબર 80004 67236 પર સંપર્ક  કરવો. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ  ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું  યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા નમ્ર અપિલ કરવામાં આવે છે.

 

Leave A Reply

Your email address will not be published.