મોરબીના શાકમાર્કેટ પાછળથી નોટ નંબરીનો જુગાર રમાડતા બે ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરીને શાકમાર્કેટ પાછળના ભાગેથી જાહેરમા જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી લઇ રોકડ રકમ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી શાકમાર્કેટ પાછળનાં વિસ્તારમાં જાહેર જગ્યા પર ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નસીબ આધારિત નોટ નંબરીનો જુગાર રમાઈ રહ્યો હતો. જેના પર દરોડો પાડીને પોલીસે ઇરફાન વલીભાઇ તરકવાડીયા અને આરીફ ગફારભાઇ પરમાર નામના બે શખ્સોને પકડી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ. ૩,૪૦૦ રોકડ કબ્જે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.