મોરબી: વાંકાનેર હાઈવે પર ઝુંપડામાં ચાલતા દારૂના વેપલા પર પોલીસનો દરોડો,૧.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલી એક ઓરડીમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વેચાણ કરવાના ઈરાદે છુપાવેલો લાખોની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે, જોકે આરોપી રેઈડ દરમિયાન હાજર મળી ન આવતા તેને શોધવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, વાંકાનેર નેશનલ હાઈવે પર રીઝન્ટા હોટલની બાજુમાં આવેલા સરાણીયાના ઝુંપડા વિસ્તારમાં સતિષ ઉર્ફે રઘુ તેજાભાઇ સરાણીયા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનની ઓરડીમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની પોલીસને સચોટ માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે ઓરડીમાં તપાસ હાથ ધરતા, ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની ૭૫૦ મિલીની મોટી બોટલો અને ૧૮૦ મિલીની નાની બોટલો મળી કુલ ૪૫૦ નંગ બોટલો કિંમત રૂ. ૧,૭૪,૪૬૦ તેમજ ૯૬ નંગ બિયરના ટીન કિંમત રૂ. ૨૧,૧૨૦ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૧,૯૫,૫૮૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે. રેઈડ દરમિયાન હાજર નહીં મળી આવેલા આરોપી સતિષને પકડવા માટે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે તપાસ તેજ કરી છે.

Leave A Reply

Your email address will not be published.