બઘડાટી પ્રકરણ : મોરબી તાલુકા શિક્ષક સંઘના મહામંત્રીની અન્ય જીલ્લામાં બદલી કરો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બઘડાટી પ્રકરણમાં શિક્ષકે ડીડીઓને આવેદન પાઠવ્યું

        મોરબીમાં શિષ્યવૃત્તિ પરીક્ષા સમયે શિક્ષકો વચ્ચે બઘડાટી પ્રકરણમાં તાલુકા શિક્ષક સંઘના હોદેદાર સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે ડીડીઓને આવેદન પાઠવવામાં આવ્યું છે

        મોરબીના રહેવાસી અને શિક્ષક પ્રહલાદસિંહ જાડેજાએ જીલ્લા વિકાસ અધિકારી મોરબીને આવેદન પાઠવી જણાવ્યું છે કે શિષ્યવૃત્તિ પરીક્ષા સમયે તે ફરજ પર હોય ત્યારે રોહિતભાઈ કેશવજીભાઇ આદ્રોજા શાળાએ આવીને પ્રવેશ બાબતે બોલાચાલી કરીને મારામારી કરી હોય જે બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ કરેલ છે અને આરોપી માથાભારે અને ઝનૂની હોય તેમજ રાજકીય વગ ધરાવતા હોય જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે

જેથી નોકરીએ પણ જઈ સકતા નથી રોહિત આદ્રોજા તાલુકા શિક્ષણ સંઘમાં મહામંત્રીનો હોદો ધરાવે છે અને હોદાનો દુરુપયોગ કરી મનમાની ચલાવે છે જેને કાયદાનું જ્ઞાન હોવા છત કાયદો હાથમાં લીધો છે જેને સસ્પેન્ડ કરેલ છે તે સંતોષકારક નથી તેની સામે સખ્ત કાર્યવાહી કરવા અને તેની બદલી તાલુકામાં કરવામાં આવેલ તેની બદલે સખ્ત કાર્યવાહી કરીને અન્ય જીલ્લામાં બદલી કરવાની માંગ કરી છે રોહિત આદ્રોજા સામે ગંભીર ગુન્હો નોંધાયેલ છે જેથી કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરેલ છે

રોહિત આદ્રોજાની બદલી અન્ય જીલ્લામાં કરવામાં નહિ આવે ત્યાં સુધી નોકરીએ જઈ શકીએ તેમ ના હોય જેથી તાત્કાલિક અન્ય જીલ્લામાં બદલી કરવાની માંગ કરી છે અને રોહિત આદ્રોજા સામે નિયમોનુસાર કાર્યવાહી નહિ કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે

        આવેદન આપતી વેળાએ રાજપૂત સમાજ અગ્રણી રઘુવીરસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા  

Leave A Reply

Your email address will not be published.