માળિયા (મિ)માં રોડ ક્રોસ કરતા માતા પુત્રને આઈસરે ઠોકર મારી, માતાનું મોત

 

માળિયા (મિ)માં ભીમસર ચોકડી થી માળિયા મી તરફ આવવા માટેના સર્વિસ રોડ ઉપર આયસરે રોડ ક્રોસ કરતા માતા પુત્રને હડફેટે લેતા માતાનું પેટનાં ભાગે આયાસરનું વ્હીલ ફરી વળતા મોત થયું હતું. જયારે પુત્રને પગે ગંભીર ઈજાઓ થતા પગ કાપવો પડ્યો હતો.

 

ઘટનાની વિગતો અનુસાર, સલીમભાઇ મુસાભાઇ ભાડુલાએ માળીયા.મી.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, કચ્છ -મોરબી નેશનલ હાઇવે ભીમસર ચોકડી થી માળિયા મી તરફ આવવા માટેના સર્વિસ રોડ પર આયસર નં. GJ-27-TG-8781નાં ચાલકે પોતાના હવાલા વાળુ આયસર પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પત્ની દીલશાબેન સલિમભાઇ ભાડુલા ઉવ.૩૫ તથા દીકરા સિકદર સલિમભાઇ ભાડુલા ઉવ.૧૭ રોડ ક્રોસ કરતા હોય તેઓને હડફેટે લીધા હતા. ફરિયાદીના પત્નીના પેટે આઈસરનું વ્હીલ ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ફરિયાદીના પુત્રને જમણા પગમાં ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનો પગ કાપવો પડ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.