અધ્યયન મંડળ મોરબી દ્વારા શુક્રવારે ૬૧ મા માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરાયું

 

અધ્યયન મંડળ મોરબી દ્વારા કારતક સુદ દશમ તદ્અનુસાર દિનાંક ૨૦/૧૧/૨૬ને  શુક્રવારે રાત્રે ૯ વાગ્યે  ૬૧ મી માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા નિલકંઠ વિદ્યાલય , રવાપર રોડ બાપા સીતારામ ચોકની બાજુમાં યોજાશે.

 

આયુર્વેદ વિશ્વની અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ ચિકિત્સા પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશ્વની શ્રેષ્ઠ દિનચર્યા અને ઋતુચર્યાની કથા આવેલી છે.આ કાર્યશાળામાં મોરબીના જાણિતા અને પ્રસિદ્ધ વૈદ્ય કે.જે. ઝાલા(વિરંચી આયુ કેર ) આયુર્વેદ અનુસાર દિનચર્યા ઋતુચર્યા વિષય પર વક્તવ્ય આપશે તો આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહો તેવી નમ્ર અભિલાસા.આ કાર્યશાળામાં પ્રેક્ષકો દ્વારા ચર્ચા પણ કરવામાં આવશે.આ કાર્યશાળા છેલ્લા પાંચ વર્ષથી સાતત્યપૂર્ણ  ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચા પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું  યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા નમ્ર અપિલ કરવામાં આવે છે.

 

Leave A Reply

Your email address will not be published.