


હળવદ મામલતદાર કચેરી પાસે જાહેર રોડ પર છરી તથા પિસ્તોલથી ફાયરીંગ કરી ખૂનની કોશિશ ના ગુનામાં મદદગારી કરનાર વધુ ત્રણ આરોપીઓને હળવદ પોલીસેની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ મામલતદાર કચેરીના ગેટ પાસે ગત તા. ૨૬-૧૨ ના રોજ રોડ પર ફરિયાદી પર આરોપીઓએ છરી અને પિસ્તોલ વડે હુમલો કર્યો હોય જે મામલે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોય દરમિયાન ગુનામાં વધુ આરોપીઓની સંડોવણી હોય જેને પગલે તપાસ હાથ ધરવામાં આવતા મદદગારી કરનાર મંગળસિંહ અનોપસિંહ પરમાર, વિજયભાઈ જયંતીભાઈ અઘારા અને ધમેન્દ્રસિંહ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
હળવદ પોલીસની આ કામગીરીમાં પી આઈ આર ટી વ્યાસ, અજીતસિંહ સીસોદિયા, રમેશભાઈ ગોહિલ,વિપુલભાઈ ભદ્રાડીયા, દેવેન્દ્રસિંહ ઝાલા,ગંભીરસિંહ ચૌહાણ, હરવિજયસિંહ ઝાલા, મનોજભાઈ પટેલ, પ્રફુલભાઈ સોનગ્રા અને હિતેશભાઈ સાપરા સહિતની ટીમે કરેલ છે