રાજકોટમાં SOG ટીમે મેકડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપ્યો

 

રાજકોટ sog ટીમે માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ના જથ્થાસાથે એક ઈસમને રાજકોટ શહેર એસ.ઓ.જી ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ- વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય જેથી એસ.ઓ.જી. પી.આઈ. એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. ટીમના પો.હેડ કોન્સ ફીરોજભાઈ હનીફભાઈ રાઠોડ, ઈન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજાનાઓની સંયુકત બાતમી મળતાં રાજકોટ શહેર જામનગર રોડ નવી કોર્ટ બિલ્ડીંગની સામે કાચા રસ્તા ઉપર મેલડી માના મંદિરની સામેથી મેફેડ્રોનના જથ્થા સાથે જલાલમીયા તાલબમીયા કાદરી ઉ.વ.૫૧ ધંધો-ફુટ તથા કાપડનો વેપાર રહે- બજરંગવાડી શેરી નં. ૨ ટાવર નીચે જામનગર રોડ રાજકોટ વાળાને ઝડપી પાડી તેની પાસેથી મેકડ્રોન ડ્રગ્સ 19.52 ગ્રામ જેની કિંમત રૂપિયા 1.95 લાખ, મોપેડ અને મોબાઈલ સહિત 2.50 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરી ગાંધીગ્રામ-૨ (યુનિવર્સીટી) પો ગુન્હો નોંધવામાં આવેલ છે.

આ કામગીરીમાં પી.આઈ.એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ એમ.બી.માજીરાણા , એ.એસ.આઇ. ધર્મેશભાઈ ખેર વિરેન્દ્રસિંહ ઝાલા , HC ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ , ફિરોજભાઈ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, મૌલિકભાઇ સાવલીયા, PCBહાર્દીકસિંહ જગતસિંહ પરમાર તથા મહિલા PC નાઝનીનબેન સોલંકી અને ડ્રાંઈવર એ.એસ.આઇ. કૃષ્ણસિંહ જાડેજા ટિમ જોડાયેલી હતી

Leave A Reply

Your email address will not be published.